Friday, June 8, 2012

I.M.P. WEBSITE



ReadGujarati.com: બાળસાહિત્ય

Welcome to PTC

Vidyasahayak Bharti 2010

Education Department - GCERT

marugujarat.in

Studying On

सरकारी नौकरी - Government Jobs India - Sarkari Naukri -- www.SarkariNaukriBlog.com

Result Saurashtra University

Rozgaar Samachar | Publication | Library | Home | Gujarat Information

Safari - Gujarati Magazine from India | Harshal Publications

વિકિપીડિયા

GSSTB | Textbook | Standard-6 | Science (Semester-1)

State Examination Board

http://www.gujaratiprakruti.com/

School Report Cards

------------------------------------------NEWS PAPER------------------------------------------------
Gujarati News – News in Gujarati – Gujarat News – Gujarati News Headlines – Gujarati Breaking News - Daily Gujarati News - Gujarati News Paper

Sandesh Gujarati Newspaper - Gujarati News, Gujarat News, Gujarati Samachar, News from Ahmedabad, Baroda, Surat, Rajkot, Bhavnagar & Bhuj Home

Gujarat Samachar : World's Leading Gujarati Newspaper, Gujarati News, News in Gujarati, Gujarat News, News from Ahmedabad, Baroda, Bhuj, Bhavnagar, Rajkot, Surat, Gujarati News Headlines, Gujarati Headlines, Breaking News, 2G Spectrum Scam Exposed, 2g Scam Explained, video clip, muncipal, kite, festival, ahmedabad news, Politics news, opposition party, congress, bjp


Thursday, June 7, 2012

અજબ ગજબની વાતો


 માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે એ વિશે તો લગભગ બધાંને જાણ હોય છે પણ માઉન્ટ એવરેસ્ટ અંગે ઓછી જાણીતી વાતો અહીં જાણીએ.
મોસ્કોની એક કંપનીએ બ્રેડના પેકેટમાં મરેલો ઊંદર ભૂલથી પેક કરીને વેચી દેતાં ગ્રાહકે ફરિયાદ કરી તો કંપનીએ પોતાની ભૂલ બદલ રૂ. 7 કરોડચૂકવવા પડયા.
વિશ્વનું સૌથી મોટું પુસ્તક 'સુપર બુક' છે. એનું વજન બાવીસો કિલો છે. આ પુસ્તક ૧૯૭૬માં અમેરિકાથી પ્રગટ થયેલું !
પ્રશાંત મહાસાગરમાં ૨૫,૦૦૦ કરતાં વધારે નાના-મોટા ટાપુઓ આવેલા છે.
સૌથી મોટું બેડમિન્ટન શટલ કાન્સાસ શહેરમાં આવેલા નેલ્સન એટકિન્સ આર્ટ મ્યુઝિયમમાં આવેલું છે.
બુર્જ ખલીફા ૮૨૮ મીટરની ઊંચાઈ ધરાવે છે.
વિશ્વનું સૌથી મોટું ફોટો આલબમ વિએતનામના ફોટોગ્રાફર હિતોમી તોયામાએ તૈયાર કર્યું હતુ.
બુર્જ ખલીફામાં ૨૭ એકર જમીનમાં ગાર્ડન આવેલો છે.
સૌથી મોટી બાસ્કેટ એટલે કે ટોપલી ૧૯૯૦માં અમેરિકામાં બનાવવામાં આવી હતી.
બુર્જ ખલીફા વિશ્વનું સૌથી ઊંચું બાંધકામ છે.
જાપાન દેશમાં એક એવી ઘડિયાળ છે કે જે દુનિયાના મુખ્ય શહેરોનો સમય બતાવે છે.
દુનિયાનો સૌથી મોટો ધાબળો સત્તરહજાર બસો ને નેવ્યાસી મીટર ચોરસ લાંબો છે.
દુનિયાનો સૌથી મોટો ધાબળો ૧૯૯૩ના મે મહિનાની તારીખ ૩૦મીએ બ્રિટનમાં બનાવાયો હતો.
ઝિમ્બાબ્વેમાં એક નાના ગામમાં રહેતાં ૬૮ વરસના યુવાને હાલમાં ૨૪ પત્નીઓ છે અને ૧૩૯ સંતાનો છે.
ઝિબ્રા ક્રોસિંગ નો સૌથી પહેલાં ઉપયોગ ૧૯૧૧ની સાલમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં થયો હતો.
દુનિયામાં સૌથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકામાં આવેલાં ઝાંઝીયાબારમાં છે.
માચીસની સૌથી પહેલી ફેક્ટરી સ્વીડનમાં શરૂ થઈ હતી.
પૃથ્વી આખેઆખી ગોળ નથી. તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે સહેજ દબાયેલી એટલે કે ચપટી છે.
વિશ્વની પહેલી નવલકથા ‘ધ સ્ટોરી ઓફ ગેન્જી’ જાપાનીઝ મહિલા મુરાસાકી શિકિબુએ ૧૦૦૭માં લખી હતી.
દુનિયામાં ૬,૮૦૦ ભાષા છે.
ઈટાલિયન ભાષામાં સૌથી ઓછા શબ્દો છે.
વિશ્વમાં ૨૦,૦૦૦થી પણ વધુ બ્રાન્ડની બિયર મળે છે.
વિશ્વમાં સૌથી વધારે રબરનું ઉત્પાદન મલેશિયામાં થાય છે.
ચીનના રાશિચક્રમાં ઉંદરનો સમાવેશ થાય છે.
ત્રિકોણમીતિની શોધ ભારતમાં થઈ હતી.
વિશ્વનું સૌથી ઊંચું ક્રિકેટ ગ્રાઉન્ડ હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે આવેલું છે. દરિયાની સપાટીથી આ મેદાન ૨,૪૪૪ મીટરની ઊંચાઈ ધરાવે છે. ૧૮૯૩માં આ મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
એરિઝોનામાં ઊંટ ચલાવવા ગેરકાયદેસર માનવામાં આવે છે.
રશિયામાં આવેલા શ્વેત રણમાં માઈનસ ૨ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય છે.
આજે પણ ૬ દેશો એવા છે જેઓ ઈન્ટરનેટનું જોડાણ નથી ધરાવતા.
મિઆમીમાં કોઈ પણ પ્રકારની નકલ કરવી તેને ગુનો માનવામાં આવે છે.
વિશ્વમાં સૌથી વધુ સમાચારપત્રો અમેરિકા અને કેનેડામાં પ્રકાશિત થાય છે.
વિશ્વનું સૌથી સૂકું સ્થળ ચિલીમાં આવેલું અટકામાનું રણ છે.

બાળવાર્તા


નાનું સરખું રામપુર નામે એક ગામ. એમાં એક શેઠ રહે. ગામમાં એમની એક જ દુકાન. આગળના ભાગમાં દુકાન ને પાછળ મકાન. શેઠનો દીકરો શહેરમાં રહી વેપાર કરે. ઘરે શેઠ અને શેઠાણી આનંદથી રહે.
ગામમાં શેઠની શાખ સારી. ગામલોકો શેઠને માન દઈને બોલાવે. શેઠ પણ સ્વભાળે દયાળુ. માપનો નફો રાખી વેપાર કરે. ગરીબ-ગુરબાંને ઉધાર પણ આપે. ક્યારેક વાર-તહેવાર ગરીબોને મફત નાસ્તો પણ વહેંચે. નિશાળમાં જઈ છોકરાંઓને ચવાણું ને ચોકલેટ પણ વહેંચે. શહેરમાં દીકરાનો વેપાર સારો ચાલતો હતો તેથી શેઠ સંતોષ રાખી જીવતા હતા. શેઠ જેવા દયાળુ એવા ચતુર પણ ખરા. ગામમાં ક્યાંક ઝઘડો થાય તો તેના સમાધાન માટે લોકો શેઠને બોલાવતા. શેઠ બંને પક્ષને સાંભળે ને પછી બંનેને સંતોષ થાય એવો ઉકેલ સૂચવે. એ જોઈ બેઉ પક્ષ રાજી થાય. તેઓ શેઠનો આભાર માની રસ્તે પડે.
ઉનાળાની ઋતુ હતી. તાપ કહે મારું કામ. લોકો ગરમીથી બચવા ઘરની બહાર ચોકમાં ખાટલા ઢાળી ઊંઘી જતા. શેઠની દુકાન અને ઘર વચ્ચે ખુલ્લો ચોક હતો. શેઠ ને શેઠાણી ત્યાં પલંગ પાથરીને ઊંઘતાં
એક રાતની વાત. શેઠ-શેઠાણી ઊંઘી ગયાં હતાં. મધરાત પછીનો સમય થયો હતો. અચાનક બંધ દુકાનમાંથી અવાજ આવ્યો, શેઠ-શેઠાણી જાગી ગયાં. શેઠાણી બોલવા જતાં હતાં પણ શેઠે નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા જણાવ્યું. એમને લાગ્યું કે દુકાનમાં કોઈ ઘૂસ્યું લાગે છે. જો બિલાડી હોત તો ક્યારની દોડી ગઈ હોત. ચોર ઘૂસ્યો હોય એવું બંનેને લાગ્યું.
શેઠની દુકાનમાં આ પહેલાં કદી ચોરી થઈ ન હતી. શેઠને પ્રશ્ન થયોઃ ચોર ગામનો હશે કે બહારગામનો? એક હશે કે વધારે? શેઠને થયું કે ચોરને પકડું તો જ હું ખરો ચતુર.
''શેઠે મોટેથી શેઠાણીને બૂમ પાડી જેથી ચોર પણ સાંભળે. કહું છું મેં તમને પેલી પૈસાની થેલી આપી હતી તે માટલીમાં જ મૂકી છે ને?''
શેઠાણી કહે, ''હા, ભૈસાબ, પણ અટાણે રાતે એનું શું છે?'' શેઠ બોલ્યા, ''ને એ માટલી માળિયામાં જ ઘરમાં સંતાડી છે ને?'' શેઠાણી કહે, ''હા, ભૈ હા સલામત જ છે. ઊંઘી જાવ કોઈ ચોર ચોરી નહીં જાય?''
શેઠાણી પણ શેઠની સાથે રહી ચતુર થઈ ગયાં હતાં. શેઠ શો ઉપાય કરવા માંગતા હતા તે સમજાતું ન હતું. શેઠ બોલ્યા, ''હાશ, હવે નિરાંત થઈ. મને એમ કે એ કોથળી હું દુકાનમાં તો મૂકીને આવ્યો નથીને? ક્યાંય ઉંદરડા કાપી ન ખાય.
શેઠાણી કહે, ''હવે ઊંઘો નિરાંતે તે મનેય ઊંઘવા દો'' ને પછી બંને ઊંઘવાનો ઢોંગ કરી પડી રહ્યાં. શેઠ નસકોરાંય બોલાવવા માંડયા. શેઠ-શેઠાણીનો આ સંવાદ દુકાનમાં સંતાયેલા ચોરે પણ સાંભળ્યો. તેને થયું કે દુકાનમાં નાનીમોટી ચીજ લેવી એના કરતાં ઘરમાં જઉં તો દલ્લો મળી જશે.
આમ વિચારી ચોર થોડી વાર દુકાનમાં ચૂપ બેસી રહ્યો ને પછી બિલ્લીપગે બહાર નીકળ્યો. ભીંતે લપાતો લપાતો ઘર બાજુ ગયો. ઘરને તાળું માર્યું ન હતું એટલે હળવેથી સાંકળ ખોલી અંદર ઘૂસ્યો અંદર જઈ બારણું બંધ કર્યું પછી તે માળિયામાં ચડયો.
આ બાજુ શેઠ પણ ચૂપચાપ ઊભા થયા. બારણા નજીક ગયા ને બહારથી બારણાની સાંકળ ચડાવી દીધી. અવાજ સાંભળી ચોર ભડક્યો તેને થયું કે શેઠે તેને ફસાવ્યો, તે માળિયામાં જ બેસી રહ્યો.
શેઠ કહે, ''શેઠાણી, જાગો છો કે ઊંઘો છો?''
શેઠાણી હડપ દઈ બેઠાં થઈ કહે, ''ક્યારની જાગું છું પણ હવે જાગવાની જરૂર નથી. નિસંતે ઊંઘી જાવ. સવારે વાત.''
શેઠ હસીને કહે, ''પણ ઘરમાં બિલાડો ઘૂસ્યો છે એનું શું?'' શેઠાણી કહે, ''ભલેને ઘૂસ્યો એ કાંઈ દૂધ-ઘી નહીં ચાટી જાય. સવારે બહુ ભૂખ્યો થશે એટલે બરાબરનો મેથીપાક જમાડીશું''
ચોરે આ સંવાદ સાંભળ્યો ને એ ભડક્યો. એને થયું કે આજ એ બરાબરનો ફસાયો હતો. સવારે શેઠ પોલીસને બોલાવશે ને પછી પોલીસ એને બરાબરનો મેથીપાક જમાડશે એના કરતાં લાવ, અત્યારે જ શેઠની માફી માગી લઉં. એમને સાચી હકીકત કહી દઉં...ળ ચોર નીચે ઊતર્યો. તે બારણા પાસેની બારી નજીક આવ્યો. શેઠ હજી બારણા પાસે જ ઊભા હતા તે હાથ જોડી કરગરવા લાગ્યો. ''શેઠ બાપા, વખાનો માર્યો ચોરી કરવા નીકળ્યો છું. મારો આટલો ગુનો માફ કરી દો.''
શેઠે પૂછયું, ''કયા ગામનો છે? તારું નામ શું?''
ચોર બોલ્યો, ''બાજુના સીતાપર ગામનો છું મારું નામ લખાજી.'' શેઠે પૂછયું, ''ચોરી કરવી પાપ છે? કાલ તારી ખબર છે.''
ચોર કરગરતાં બોલ્યો, ''બાપા,આજ પહેલી વાર ચોરી કરવા નીકળ્યો છું ને પકડાઈ ગયો. ઘરમાં ચાર છોકરાં છે. ઉનાળાના કોરા દા'ડા ચાલે છે એટલે મજૂરી મળતી નથી. એટલે નાછૂટકે બાપા...''
શેઠ બોલ્યા, ''સાચું બોલે છે? કે પછી...''
ચોર ગળા પર હાથ મૂકી બોલ્યો, ''શેઠ બાપા, મારા દીકરાના સોગન, જો ખોટું બોલતો હોઉં તો...'' એટલામાં શેઠાણી પણ નજીક આવ્યાં. શેઠ બોલ્યા, ''શેઠાણી આ બિલાડાનું શું કરશું?''
શેઠાણી બોલ્યાં, ''મારી વાત માનો તો બિચારાને છોડી દો.''
શેઠ કહે, ''ના, આજ એને નહીં છોડું. ઘણાં દા'ડે લાગમાં આવ્યો છે.'' આ સાંભળી ચોર વધારે ગભરાયો તે રડવા લાગ્યો એટલે શેઠ કહે, ''તું રડીશ એટલે છોડી દઈશ એવું ના માનતો. જો ભાઈ લખાજી, સાંભળ કાલથી તારે મારી દુકાનમાં કામ કરવા આવી જવાનું. તને હું નોકરી પર રાખી લઉં છું બોલ, હવે તો ખુશને?''
લખાજી નવાઈ પામી શેઠ સામે તાકી રહ્યો, ''શેઠ બાપા, આ તમે સાચું કો છો કે પછી...''
શેઠ કહે, ''લખાજી, આ શેઠાણીના સોગન, બસ? ને હસી પડયા. શેઠાણી કહે, ''ભૈ, આ શેઠ કદી મશ્કરીમાંય જૂઠું બોલતા નથી. આજ તારાં ભાગ્ય ઊઘડી ગયાં ભૈ!''
શેઠ કહે, ''હવે ઝટ એને બા'ર કાઢો શેઠાણી" શેઠાણીએ બારણું ઉઘાડયું ''ને સાંભળો, ઘરમાંથી થોડા દાળ-ચોખા આપો જેથી એનાં ભૂખ્યાં છોકરાં સવારમાં પેટ ભરીને જમે.'' ને લખાજી શેઠ-શેઠાણીના પગમાં પડી ગયો. ''શેઠ બાપા, તમારો ઉપકાર જીવનભર નૈં ભૂલું...''  

બોધ કથા


એક નાનકડા ગામમાં એક ડોશીમા એકલા રહેતાં હતાં. ડોશીમાનો સ્વભાવ ખૂબ માયાળુ હતો. ગામમાં જરૂર પડયે બધાની મદદ કરતા રહે. પશુ, પક્ષીઓ તરફ પણ એમને એટલી જ માયા. ચકલાને ચણ નાખે અને ગાયોને ચારો પણ નાખે. ગામમાં કોઈ અભ્યાગત આવે એની સંભાળ પણ આ માજી જ કરે. હવે તો ગામમાં કોઈ આવે એટલે ગામ લોકો પણ ડોશીમાનું ઘર જ બતાવી દે. તેમના ગામમાં જ નહીં પણ આસપાસના થોડાંક ગામડાંઓમાં પણ તેમના આ માયાળુ સ્વભાવની બધા પ્રશંસા કરવા લાગ્યા. અમુક શાણા માણસો તો વળી ડોશીમાને શીખામણ પણ આપે કે માજી આ દુનિયામાં બધા લોકો સરખા નથી હોતા, ક્યારેક તમે તમારા આ માયાળુ સ્વભાવના કારણે મુશ્કેલીમાં મુકાઈ જશો. માજી શીખામણ આપનારને શાંતિથી જવાબ આપે કે જો ભાઈ હું તો બધાની સંભાળ રાખવાની માત્ર કોશિશ કરું છું, બાકી ખરી સંભાળ તો ઉપરવાળો રાખે છે. મારું ધ્યાન પણ એ જ રાખશે. શાણા માણસો ચર્ચા કરતા કે બિચારા આ ભોળા માજી તેના આ દયાળુ સ્વભાવના કારણે નક્કી ક્યારેક મુસીબતમાં મુકાશે.
ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ હતી અને એમાંયે વળી આ વખતે બરફ પણ પડયો. ઠંડી એવી પડી રહી હતી કે લોકો ઘરની બહાર જ નીકળતા ન હતા. માણસો પાસે તો ઠંડીથી બચવાના કેટલા ઉપાયો હતા, પણ બિચારા અબોલ પશુઓની હાલત તો એથીય બદતર હતી. એવામાં એક સાપ ડોશીમાની નજરે પડયો. એકદમ મૃત હાલતમાં હોય એ રીતે ઠંડીથી બેહાલ સાપ પર માજીને દયા આવી ગઈ. સાપને બહુ કાળજીપૂર્વક હાથમાં ઉઠાવીને માજી ઘરમાં લઈ આવ્યાં. સાપને દૂધ પીવડાવ્યું અને ઘરના ગરમ વાતાવરણથી સાપના શરીરમાં નવી ચેતના આવી. તેના શરીરમાં લોહીનું ભ્રમણ થવા લાગ્યું. અચાનક તેને વાચા ફૂટી. સાપે માજીને કહ્યું કે, 'આજે તમે મને નવજીવન આપ્યું છે. તમે મને ઘરમાં લાવીને આટલી સંભાળ ન રાખી હોત તો કદાચ હું મૃત્યુ પામ્યો હોત.' ડોશીમા કશું બોલ્યા નહીં, તે તો ફરીથી સાપ માટે દૂધ લઈ આવ્યા. આ દૂધ પીવાથી સાપને વધુ શક્તિ મળતી જણાઈ. હવે માજી પણ ખુશ થયાં. એક મરી જતા સજીવનો જીવ બચાવવા તે નિમિત્ત બન્યાં તેનો તેમને આનંદ હતો.
હવે ધીરે ધીરે સાપ તેના અસલ સ્વરૂપમાં આવતો હતો. ફેણ માંડી હલાવતો હતો. તેણે તેના મૂળ સ્વભાવ મુજબ ડોશીમાને કહ્યું કે, 'હું તમને ડંખ મારીશ.' માજી તો વિચારમાં પડી ગયા કે થોડી વાર પહેલાં તેનો જીવ બચાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરતો આ સાપ હવે ઉપકાર ભૂલી જઈને ડંખ મારવા તૈયાર થયો છે તો હવે મારે શું કરવું જોઈએ? ડોશીમા વિચારતા હતા ત્યારે તેને પેલા શાણા માણસોની શીખામણ યાદ આવી કે દુનિયામાં બધા લોકો ઉપકારનો બદલો ઉપકારથી જ વાળે એ જરૂરી નથી એટલે આપણે ચેતતા રહેવું જોઈએ.
માજીએ એક યુક્તિ કરી અને સાપને કહ્યું કે, 'સારું તું તારે મને ડંખ મારજે, પણ ત્યાં થાળીમાં મેં હજુ તારા માટે દૂધ રાખ્યું છે એ પી લે પછી મને ડંખજે.' સાપને થયું કે ડોશીમાનું ચસકી ગયું લાગે છે. હું તેને ડંખવાની વાત કરું છું અને તો પણ તે મને દૂધ આપે છે. દૂધ પી લઈશ પછી તો મારામાં વધુ બળ આવી જશે એમ વિચારીને તે થાળીમાં રાખેલું દૂધ પીવા ગયો. થાળી પિંજરામાં રાખી હતી. જેવો સાપ પિંજરામાં દાખલ થયો કે માજીએ તેને કેદ કરી લીધો. માજીએ કહ્યું કે, 'મને ખબર હતી કે કોઈ પણ સજીવ તેની પ્રકૃતિ છોડી શક્યો નથી અને એટલે તારા સ્વભાવમાં બદલાવ આવી જાય તો એનો ઉપાય પણ શોધી રાખ્યો હતો.' જીવ બચાવનાર માજીને ડંખવાની ઇચ્છા રાખનાર સાપને પોતાની કરણી પર ખૂબ જ ગ્લાનિ થઈ આવી. તેણે માજીની માફી માંગી અને પિંજરામાંથી છોડી મૂકવાની આજીજી કરી, પણ ડોશીમાએ તેને ન છોડયો અને કહ્યું કે એક વાર છોડી દીધા પછી તારો સ્વભાવ ફરીથી મને ડંખ મારવા પ્રેરશે એટલે હવે યોગ્ય સમયે હું તને જંગલમાં જ છોડી મૂકીશ.
બોધઃ દરેકને મદદ કરવાની ભાવના ખૂબ સારી વાત છે, પણ એમાં વિવેકબુદ્ધિ રાખવામાં જ શાણપણ છે. દરેક વખતે ઉપકારનો બદલો ઉપકારથી જ મળે એમ બનતું હોતું નથી. કોઈ પણ સજીવ પોતાની સ્વભાવગત પ્રકૃતિ લાંબો વખત છુપાવી શક્યો નથી એટલે એ સામે આવી જ જાય છે.